ચંડીગઢ/જોધપુર: જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ હવે રાજસ્થાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે ખટાશના અહેવાલો આવી રહ્યાં છે. આ જ કારણે હવે સિંધિયાના કોંગ્રેસ છોડ્યા બાદ સચિન પાઈલટ પર બધાની નજર ટકેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ પર કહ્યું કે થોડી રાહ જુઓ, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે. હકીકતમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું સચિન પાઈલટ પર જ્યોતિરાદિતય સિંધિયાના પગલે ચાલશે? તો શેખાવતે કહ્યું કે મને લાગે છે કે હજુ આવી ઘણી ઘટનાઓ દેશને જોવા મળશે. જ્યોતિરાદિત્ય અને સચિને ઘણા વર્ષો સાથે કામ કર્યું છે. બંને એક જ પેઢીના નેતાઓ છે. બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પરિવારમાંથી આવે છે. ચોક્કસપણે બંનેમાં મિત્રતા અને આત્મીય સંબંધ હશે. પરંતુ આગળ શું થશે તેના માટે થોડી રાહ જોવી જોઈએ. કારણ કે ધીરજના ફળ હંમેશા મીઠા  હોય છે. 


મીડિયા સાથે વાત કરતા શેખાવતે કોંગ્રેસ પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે ખોટા વચનો આપવા, મોટા મોટા ભ્રમજાળ ફેલાવવા અને સત્તામાં આવ્યાં બાદ વચનોને ભૂલી જવું એ કોંગ્રેસ પાર્ટીનો સ્વભાવ બની ગયો છે. આ જ કારણે કોંગ્રેસ પાર્ટી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જનતાએ ચૂંટણીના રણમાં દરેક જગ્યાએ તેમને નકાર્યા છે. કોંગ્રેસ હવે દેશને ધર્મના નામે ભાગલા પાડવાનું કામ કરી રહી છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...